MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા: ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલમાં કોરોના સામે બાથ ભીડવા આરોગ્ય વિભાગ સજ્જ થયેલ છે.

ટંકારા: ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી હોસ્પિટલમાં કોરોના સામે બાથ ભીડવા આરોગ્ય વિભાગ સજ્જ થયેલ છે.

હષૅદરાય કંસારા ટંકારા::એમ ડી ડોક્ટર ની જગ્યા ભરાઈ ગયા બાદ 50 બેડની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સહિતની તમામ તૈયારીઓ દૈનિક 10 જેટલા દર્દીના કાડિયોગામ એમ ડી ડો. દીપ ચિખલિયા દ્વારા 350 દર્દીની એનજીઓગ્રાફી કરી જેમાંથી 20 દર્દીને આયુષ્યમાન કાર્ડ થકી બલુન બેસાડી નવજીવન પ્રદાન કર્યુ છે.

ટંકારા ધણા વર્ષોથી એમ ડી ડોક્ટર ની જગ્યા ખાલી પડી હતી જે માંગ સંતોષી હતી અને ડો. દીપ ચિખલિયા,(M.D.) જે ટંકારા હોસ્પીટલ ના મેડિકલ ઓફિસર વાસુદેવભાઇ ચિખલિયા ના પુત્ર છે. તેમણે માદરે વતન સેવા માટે ટંકારા હોસ્પિટલની પસંદગી કરી હતી અને હોસ્પિટલમાં અનેકોનેક સેવાઓ અને સારવાર ઉપલબ્ધ કરાવવી છે.નાના મોટા અકસ્માતો સર્જાય ત્યારે મોરબી કે રાજકોટના ધખ્ખા અટક્યા છે તો દૈનિક કાડિયોગ્રામ અને એનજીઓગ્રાફી થકી 20 દર્દીની બ્લોક નળીની તાત્કાલિક સારવાર માટે જરૂરી માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન કાર્ડ નો ઉપયોગ કરી નવજીવન પ્રદાન કર્યું હતું.

હાલે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને આધુનિક સાધનો સહિતની સેવા એમ ડી ડોક્ટર ની જગ્યા ભરાઈ જતા સ્થાનિક લેવલે ઉપલબ્ધ બની છે. સરકારી હોસ્પિટલ ટંકારા તાલુકા માટે આશિર્વાદ રૂપ બનેલ છે.

[wptube id="1252022"]
Back to top button