MORBIMORBI CITY / TALUKO
વાવાઝોડા દરમિયાન બ્લડ ની ઈમરજન્સી જરુરિયાત પુરી કરવા યુવા આર્મી ગ્રુપ સ્ટેન્ડ બાય

વાવાઝોડા દરમિયાન બ્લડ ની ઈમરજન્સી જરુરિયાત પુરી કરવા યુવા આર્મી ગ્રુપ સ્ટેન્ડ બાય

મોરબી : બ્લડ ની ઈમરજન્સી એટલે યુવા આર્મી થી જાણીતુ યુવા આર્મી ગ્રુપ મોરબી મા આવી ચડતી કોરોના કે જુલતા પુલ જેવી કોઈપણ આપદા સમયે પણ પોતાની સેવાકીય પ્રવૃતિઓથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે તથા યુવા આર્મી ગ્રુપ ના સર્વે ભાઈઓ તથા બહેનો મોરબી મા ૨૪ કલાક, ૩૬૫ દિવસ કોઈપણ બ્લડ ની ઈમરજન્સી જરુરિયાત પુરી પાડે છે ત્યારે વાવાઝોડા દરમિયાન પણ તેમની આ સેવા અવિરતપણે ચાલુ રહેશે.
જે માટે થયને ગ્રુપ દ્વારા વાવાઝોડા દરમિયાન કે ત્યારબાદ પણ લોકોને કોઈપણ બ્લડ ની ઈમરજન્સી જરુરિયાત માટે ગ્રુપના ૨૪/૭ હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]








