
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ૩૧મી ઓગષ્ટે યોજાનાર સંભવિત કાર્યક્રમ અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં પુર્વ આયોજન બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ૩૧મી ઓગષ્ટે સવારે ૧૦:૩૦ કલાકે સરસ્વતી વિદ્યાલય બ્રાહ્મણવાડા ગામ ખાતે યોજાનારા માતપુરા બ્રાહ્મણવાડા પાઇપલાઇન યોજના ઈ-લોકાર્પણ અને ઉંઝા નગરપાલિકાના ઊંઝા સરદાર પટેલ ટાઉનહોલ ઈ-લોકાર્પણના સંભવિત કાર્યક્રમ અંગે આજરોજ કલેકટર કચેરી ખાતે પુર્વ આયોજન બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ સંભવિત કાર્યક્રમ અંગે કલેકટર એમ.નાગરાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સમગ્ર કાર્યક્રમની પૂર્વ તૈયારી , ટ્રાફિક વ્યવસ્થા, આયોજનો, સગવડો અને પ્રચાર પ્રસાર તેમજ લોકસંપર્ક બાબતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી, ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ લિ. ના કાર્યપાલક ઇજનેરી નયન ભાઈ જોશી, ઉંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર રવિકાંત ભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓએ કરેલા આયોજન તેમજ કરવાના કામ અંગે વિગતો રજૂ કરી હતી.