GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભડીયાદ રોડ ઉપર પતરા ચડાવતી વખતે ઉંચાઈથી નીચે પટકાતા યુવાનનું મોત

MORBI:મોરબીના ભડીયાદ રોડ ઉપર પતરા ચડાવતી વખતે ઉંચાઈથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબી-૨ ભડીયાદ વિસ્તારમાં રહેતા જયસિંગ રાઘવસિંગ ઉવ.૪૫ કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગઈકાલે તા.૨૬/૦૪ના રોજ જયસિંગ મોરબી સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ ૭૭૭ નામના કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરતી વેળાએ અકસ્માતે ઉંચાઈ ઉપરથી નીચે જમીન ઉપર પટકાતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક જયસિંગની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે હાલ મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]





