GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે કુવામાં મોટર રીપેર કરવા જતા પાણીમાં પડી ડૂબી જતાં યુવકનું મોત
MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે કુવામાં મોટર રીપેર કરવા જતા પાણીમાં પડી ડૂબી જતાં યુવકનું મોત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે કુવામાં મોટર રીપેર કરવા જતા પાણીમાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની જેપુર મોરાવાડી વિસ્તારના વાડી માલિક રમેશભાઈ વનુંભાઈ ગોરિયાની વાડીમાં કામ કરતો મજુર કેરુભાઈ દેવકિયા ઉ.વ.૨૬ વાળો કુવામાં મોટર રીપેર કરવા જતા પાણીમાં પડી ડૂબી જતાં કેરુભાઈનામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ બે કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ કુવા બહાર કાઢવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]








