MORBI:મોરબીના ઘુટુ ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં ફોનમાં વાગદાતા સાથે બોલાચાલી થતા લાગી આવતા યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત

MORBI:મોરબીના ઘુટુ ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં ફોનમાં વાગદાતા સાથે બોલાચાલી થતા લાગી આવતા યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત

બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ ઘુંટુ ગામ નજીક સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા યુવકને તેની વાગ્દતા સાથે મોબાઇલ ફોન ઉપર બોલાચાલી થતા જે બાબતનું લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ઘુંટુ ગામ લગધીરપુર રોડ ઉપર કેરોનાઇટ કજારીયા (મેટ્રો પોલ)સીરામીકના કારખાનાની લેબર કોલોનીની ઓરડી નંબર-૬૫માં રહેતા મૂળ યુ.પી. રાજ્યના લખાનપુર પોસ્ટ પીપરીના રહેવાસી ૨૩ વર્ષીય અખીલેશ ખરપતુભાઇ વર્મા પોતાની વાગદતા લક્ષ્મી નામની યુવતી સાથે કોઇ કારણસર મોબાઇલ ફોનમા બોલાચાલી ઝઘડો થતા જે બાબતનું અખીલેશને લાગી આવતા પોતે પોતાની જાતે કેરોનાઇટ સીરામીક કારખાનાની લેબર કોલોનીની ઓરડી નંબર-૬૫ ના છતના ભાગે લગાવેલ પંખા સાથે ઓઢવાની સાલના ગમચા વડે ગળેફાસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મરણ જતા મોરબી તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી હતી.





