GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:વિશ્વ યોગ દિવસ અનુસંધાને મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે યોગ શિબિર યોજાઈ

MORBi:વિશ્વ યોગ દિવસ અનુસંધાને મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૮૨૫ થી વધુ યોગ સાધકો જોડાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટ ડાઉનના ભાગ રૂપે મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતુ.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજીત યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમમાં અધિકારી ગણ, વિવિધ સામાજિક સંસ્થાઓ, NGO અને મહિલા સમિતિઓ તેમજ મોરબી નગરવાસી મળી ૮૨૫ થી વધુ લોકો જોડાયા હતા.આ યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિશ્રી અનિલભાઈ ત્રિવેદી (યોગ એક્સપર્ટ)ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ શિબિરનું મુખ્ય સંચાલન અને યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણશ્રી વિજયભાઈ શેઠ (કચ્છ ઝોન યોગ-ઓર્ડીનેટર) દ્વારા આપવામાં આવ્યુ હતું. જ્યારે સંકલન વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર) દ્વારા કરવામાં આવ્યું હતું.


પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરમાં મોરબી જિલ્લાના યોગ કોચ અંજનાબેન કાસુન્દ્રા, પાયલબેન લોરીયા, પૂજાબેન કાવર, દિપાલીબેન આચાર્ય, જીગ્નેશભાઈ પંડિત, કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા અને મોરબી જિલ્લાના તમામ યોગ ટ્રેનર સહિત યોગ બોર્ડની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

આ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લેનાર તમામ યોગ સાધકને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button