
તા.૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ નગર રચના યોજનાના પ્રવર નગર નિયોજક શ્રી ડી.એસ.પાઠકે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની મુસદ્દારૂપ નગર રચના યોજના નં-૨૧(મવડી) અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

આ યોજનામાં સમાવિષ્ટ દરેક મિલકતોના માલિકને તથા હિત-સંબંધ ધરાવતી વ્યક્તિઓને તેમની મિલકતના ઉતારાની નકલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેની સંપૂર્ણ માહિતી, નિર્ણયો અને નકશાઓ સાથે રૂડા બિલ્ડીંગ, છઠ્ઠો માળ, શ્રી ચીમનભાઇ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ ખાતે રજાના દિવસો સિવાય, કચેરી સમય દરમિયાન જોઈ શકાશે, તેમજ તે સમજાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનો સંબંધિતોને લાભ લેવા યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








