GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ સરા ચોકડી પાસે ટ્રક ટેઈલર હડફેટે મહિલાનું મોત

Halvad:હળવદ સરા ચોકડી પાસે ટ્રક ટેઈલર હડફેટે પ્રૌઢ મહિલાનું મોત. (વિશાલ જયસ્વાલ હળવદ)

મળતી માહિતી અનુસાર હળવદમાં સાસરે રહેતી બંને પુત્રીને મળી પરત પોતાના સુ.નગર જીલ્લાના રાયસંગપર વેલાણા ગામે જવા નીકળેલ વાલાભાઇ તથા ગુલાબબેન હળવદની સરા ચોકડી પાસે કોઈ વાહનની રાહ જોઈ ઉભા હતા તે દરમિયાન ટ્રક ટેલર રજી. જીજે-૧૪-ઝેડ-૦૬૪૦ ના ચાલકે પોતાનું ટ્રક ટેલર પ્રૌઢ દંપતી ઉભા હતા ત્યાંથી ચલાવતા રોડ નજીક ઉભેલ ગુલાબબેન ટ્રક ટેલરના ડ્રાઈવર સાઈડમાં અથડાયા હતા જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ મારફત હળવદ સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતું જ્યાં ટૂંકી સારવારમાં ગુલાબબેનનું મોત નીપજ્યું હતું. જ્યાંથી ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ તાત્કાલિક આવી પહોંચી અકસ્માતમાં મરણ ગયેલા ગુલાબબેનની તબીબી કાર્યવાહી પૂર્ણ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે આરોપી ટ્રક ટેલરના ચાલક સામે સુ.નગર જીલ્લાના રાયસંગપર વેલાણા ગામના રહેવાસી વાલાભાઇ સવશીભાઇ જખાણીયા ઉવ.૬૦ એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપી ટ્રક ટેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button