MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રા શાળાના ધોરણ-8 ના બાળકોની અનોખો વિદાય સમારોહ યોજાયો

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના શ્રી મેઘપર ઝાલા પ્રા શાળાના ધોરણ-8 ના બાળકોની અનોખો વિદાય સમારોહ યોજાયેલ.

જેમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓ સહીત શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ સાથે જઈ ગામમાં આવેલ ધોળેશ્વર મહાદેવના મંદિરે જઈ અને ત્યાં સ્વચ્છતા અભિયાનથી મહાદેવના મંદિર તથા પટ રાંગણને સ્વચ્છ કરી આજુબાજુથી તમામ કચરો દુર કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.ધોરણ 8 ના વિદ્યાર્થીઓ એ શાળામાં 11 ક્રાંતિકારીઓના ફોટા પણ તેમની યાદગીરી રૂપે શાળાને અર્પણ કરેલ છે.શાળાના આચાર્ય રોહિતભાઇ ચીકાણી તથા શાળા શિક્ષક પરિવારે વિદ્યાર્થીઓ ને ભવિષ્યમાં શિક્ષણના ઉંચ્ચ સોપાનો સર કરો અને હંમેશા સમાજને ઉપયોગી બનો એવી શુભેચ્છાઓ આપેલ.

[wptube id="1252022"]
Back to top button