
ટંકારા “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે
ટંકારા ગામે પહેલી વાર ભગવાન વીરસા મુંડા અને તાત્યા ભીલના વંશજ તેમજ મુલ નિવાસી સમાજ દ્વારા”વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આદીવાસી જનાનાયક વીરસા મુંડાની સ્મૃતિમાં ટંકારા ગામે અનુસૂચિત જનજાતિ “ભીલ સમાજ” દ્વારા તા.૯ જુલાઈના રોજ સવારે નવ વાગ્યે તાલુકા પંચાયત કચેરી સામે આવેલ સમાજવાડી માં તથાગત ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી, રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી દયાનંદ ચોકમાં સામાજિક અગ્રણીઓ નું સન્માન કરવામાં આવશે અને મામલતદાર ઓફિસ પાસે પૂર્ણાહુતિ કરતી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે તો ટંકારા ગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, વિચરતી વિમુક્ત જાતિઓ, અન્ય પછાત વર્ગના લોકો અને ભીમ અનુયાયીઓ એ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્ર્મ ને સફળ બનાવવા “ભીલ સમાજ “ટંકારા એ અપીલ કરેલ છે.
ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, સ્નેહીજનો, અને હિતેચ્છુ લોકોએ પોતાનો કિંમતી સમય ફાળવી ફરજીયાત હાજરી આપી વિશાળ શોભાયાત્રા ને યાદગાર બનાવવા આપ સૌ ને વિનંતી. કાર્યક્રમ પુર્ણ થયે સમુહ ભોજન રાખવામા આવેલ છે.

આયોજક અરવિંદભાઈ ભીલ, જેસિંગભાઈ ભીલ, દિનેશભાઈ ભીલ, નવઘણભાઈ ભીલ, લાખાભાઇ ભીલ, સહયોગ મિત્ર હેમંતભાઈ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, મુકેશભાઈ પરમાર, દિનેશભાઈ ગોહિલ, દિલીપભાઈ મકવાણા, રમેશભાઇ ગેડીયા, હમીરભાઇ ટોળીયા, ભદાભાઈ ઝાંપડા, હબીબભાઈ ઈસાભાઈ, આમદભાઈ માડકિયા, શૈલેષભાઈ ટોળીયા, હીરાભાઈ રાવળ, હસમુખભાઈ પડાયા, જીવરાજભાઇ રાણા, રાહુલભાઈ ચૌહાણ, જયંતીભાઈ સારેસા








