MORBI:મોરબીમા બે અલગ અલગ સ્થળે જુગારના દરોડામાં કુલ પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબીમા બે અલગ અલગ સ્થળે જુગારના દરોડામાં કુલ પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબીમાં દારૂ અને જુગારના દુષણને ડામવા મોરબી જીલ્લા પોલીસ પ્રયત્નશીલ હોય ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા બે જુદા જુદા સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૬,૪૪૦/-સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પ્રથમ જુગારના દરોડામાં મોરબીના ઈન્દીરાનગર મંગલમ વિસ્તારની શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હાજીભાઇ ઉમરભાઇ જામ ઉવ.૪૩ રહે.ઇન્દિરાનગર વાંજાબાપાની ડેરી પાસે મોરબી તથા શાકિરઅલી રમજાનઅલી શેખ ઉવ.૫૪ રહે.કાંતીનગર મસ્જીદ પાસે મોરબી-૨ ને જુગારના પટ્ટમાંથી રૂ.૨,૦૨૦/-સાથે ઝડપી લઇ અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુગારના બીજા દરોડામાં મોરબી-માળીયા હાઇવે ઉપર કાવેરી સીરામીક,શક્તિ સોસાયટી નજીક આવેલ ગેરેજ પાસે જાહેરમાં નસીબ આધારિત પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા સાઉદીનભાઇ ઓસ્માણભાઇ કટીયા ઉવ.૪૮ રહે.લાતીપ્લોટ શેરી નં.૪ મોરબી, જુસબભાઇ મામદભાઇ મોવર ઉવ.૫૩ રહે.શકતિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ મોરબી માળીયા ને.હા.રોડ ઉપર મોરબી -૨, ગુલામહુશેન અભરામભાઇ મોવર ઉવ.૪૯ રહે.શકતિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ કંડલા હાઇવે રોડ મોરબીને રોકડા રૂપિયા ૪,૪૨૦/-સાથે ઝડપી લઇ તમે વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








