MORBI:મોરબીના શ્રી શક્તિધામ મંદિરે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે!

MORBI:મોરબીના શ્રી શક્તિધામ મંદિરે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી ના વાવડી રોડ અને પંચાસર રોડ વચ્ચે માધાપર ઓજી રોડ પર આવેલ શ્રી શક્તિ ધામ મંદિર ખાતે આગામી તારીખ ૨૯ ને સોમવારથી તારીખ ૧-૫ ને બુધવાર સુધી ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ મોરબી, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબી દ્વારા તારીખ ૨૯ એપ્રિલ થી તારીખ ૧-૫- સુધી શ્રી શક્તિધામ મંદિરે ત્રણ દિવસ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે ત્રણ દિવસ નાં મહોત્સવ સાથે ભવ્ય ૧૦૮ કુંડી મહાયજ્ઞ યોજાશે જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે તે ઉપરાંત તારીખ ૨૯ ને સોમવારે સવારે શોભાયાત્રા, રાત્રે રાસ ગરબા કાર્યક્રમ યોજાશે તો તારીખ ૩૦-૪ ને મંગળવારે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં જાણીતા કલાકાર દેવાયત ખવડ, ધનરાજ ગઢવી, દલસુખ પ્રજાપતિ સહિતના કલાકારો જમાવટ કરશે.
તેમજ તારીખ ૧-૫ ને બુધવારે સવારે ૧૦ કલાકે સંતોના સામૈયા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ યોજાશે. યજ્ઞના આચાર્ય પદે અનીલ પ્રસાદ એલ રાવલ, શકત શનાળા વાળા બિરાજશે મહોત્સવને સફળ બનાવવા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ મોરબી, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબીની ટીમ જહેમત ઉઠાવી રહી છે તેમ પ્રમુખ વસંતભાઈ પરમાર અને ઉપપ્રમુખ ઈશ્વરભાઈ કણઝારીયાની યાદીમાં જણાવ્યું છે.








