MORBI:મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ઇકો કારમાથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ઇકો કારમાથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઇકો કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૭ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ ઇકો કાર સહિત રૂ.૨.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક ઇકો કારમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે ક્રિષ્ના ટ્રાવેલ્સ નજીકથી જીજે-૧૮-બીએલ-૭૧૬૩ નંબરની ઇકો કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક રાજેશ લાલજી મકવાણા રહે.વજેપર વાળાના કબ્જા વાળી ઇકો કારમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની નાની મોટી ૩૭ બોટલ જેની કિ રૂ.૧૬,૯૮૦/-મળી આવતા ઇકો કારની કિ.રૂ.૨.૫૦લાખ સહિત કુલ મળી ૨,૬૬,૯૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.








