
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દાડમ અને સીતાફળનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પોનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ નજીક ટાયર ગરમ થઇ જતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી.અહી આઈસર ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ઘટના સ્થળ પર આઈસર ટેમ્પામાં આગ પ્રસરી જતા ધુમાડાનાં ગોટે ગોટા ઉડ્યા હતા.અહી આઈસર ટેમ્પો સહીત ફળફળાદીનાં જથ્થાને આગનાં કારણે જંગી નુકસાન થયુ હતુ. હાલમાં વઘઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
[wptube id="1252022"]