MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતી ની સવિશેષ બેઠક યોજાઇ 

TANKARA:ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતી ની સવિશેષ બેઠક યોજાઇ


લઘુઉદ્યોગ ભારતી એ MSME ઉદ્યોગોનું દેશમાં સૌથી મોટું સંગઠન છે. દેશના ૫૬૬ જિલ્લાઓમાં અને ૧૧૩૭ ઔદ્યોગીક ક્ષેત્રોમાં તેના સભ્યો પથરાયેલા છે અને કુલ સદસ્યતા પચાસ હજાર થી વધારે છે.

મોરબી શહેરમાં ૨૫૦ થી વઘુ સભ્યો સાથે લઘુ ઉદ્યોગ ભારતી કાર્યરત છે જ. ટંકારા તાલુકામાં આ સંગઠનને કાર્યરત બનાવવા એક બેઠકનું આયોજન તા.૧૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ટંકારા ના છતર GIDC માં કરવામાં આવેલ. આ મિટીંગમાં ૫૦ થી વઘુ સ્થાનીક ઉદ્યોગકારોએ ભાગ લીધેલ. આ બેઠકમાં માર્ગદર્શન આપવા લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીયમંત્રી શ્રી શ્યામ સુંદર સલુજા અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી હંસરાજભાઇ ગજેરા ખાસ ઉપસ્થિત રહેલ. બંને મહાનુભાવોએ સ્થાનીક સ્તરે નળતર રૂપ વિવિધ પ્રશ્નો જેવા કે વ્યપારીઓને માલ સપ્લાઇ કર્યા પછી પેમેન્ટ ફસાઇ જવું, PGVCL દ્વારા વિજ સપ્લાયમાં સાતત્યતા ન જળવાવી વગેરે પ્રશ્નોની ઉપર ચર્ચા કરવામાં આવેલ અને તેના ઉકેલ માટે શ્રી શ્યામ સુંદર સલુજાએ અન્ય જિલ્લાઓ આવા પ્રશ્નોના સમાધાન માટે અપનાવામાં આવેલ રસ્તાની માહિતી આપેલ. વિશેષ કરીને એવા પ્રશ્નો કે જે સ્થાનીક સ્તરે ન ઉકેલી શકાતા હોઇ અને રાજ્ય સ્તરે ઉકેલવા પડે તેમ હોઇ તેમાં સંપુર્ણ રીતે સાથ સહકાર આપી સાથે રહેવાની બાહેંધરી આપેલ. સાથો સાથ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અત્યાર સુધી દેશભરમાં કરવા મા આવેલ વિવિધ કાર્યો ની પણ માહિતી આપેલ.

ઉપરોક્ત કાર્યક્રમમાં લઘુઉદ્યોગ ભારતી – સૌરાષ્ટ્રના વિવિધ હોદેદારો શ્રી જયભાઇ માવાણી, શ્રી અરવિંદભાઇ તળપદા, શ્રી ભરતભાઇ ડાંગરીયા, શ્રી જયસુખભાઇ રામાણી, શ્રી દિનેશભાઇ નારીયા, શ્રી જેન્તિભાઇ મુંગરા, ભિમજીભાઇ ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહેલ. સંપુર્ણ કાર્યક્રમનું આયોજન લઘુઉદ્યોગ ભારતી – મોરબી ના પ્રમુખશ્રી હરેશભાઇ બોપલીયા,
મંત્રી શ્રી સંદિપભાઇ કૈલા તેમજ ટંકારા સ્થિત ઉદ્યોગકારો શ્રી ફાલ્ગુનભાઇ સંઘાણી અને શ્રી હસમુખભાઇ દુબરિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button