
MORBI:સામાજિક સેવાકીય સંસ્થા દ્વારા હોળી ના તહેવાર ની વિશિષ્ટ ઉજવણી

દેશભર માં જુદા જુદા સંગઠનો દ્વારા હોળી ના પર્વ ની ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ની સામાજિક સેવાકીય સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા દરેક ધાર્મિક તહેવારો ની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ ના અમલ દ્વારા કરવાનું નિર્ણય લીધો હોય,જે અનુસાર હોળી ની ઊજવણી અનોખી અને યાદગાર રીતે કરી હતી.જાણવા મળતી વિગતો અનુસાર સંસ્થા દ્વારા થોડા દિવસો પૂર્વે પહેરવા લાયક કપડાં ના દાંન અંગે સોશિયલ મીડિયા મારફતે ટહેલ કરવામાં આવી હતી, જેને અનુલક્ષીને ને મોરબી ના સ્થાનિક સેવાભાવી નાગરિકો દ્વારા જંગી પ્રમાણ ના કપડાં દાન માટે સંસ્થા ને આપ્યા હતા જે કપડાં નું વિતરણ આજરોજ મોરબી ના શોભેસ્વર રોડ પર ના આર્થિક રીતે જરૂરિયાતમંદ લાભાર્થીઓ ના વિસ્તાર ખાતે સંસ્થાન પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક કાર્યકરો ને સાથે રાખી ને પુરુષ, મહિલા તથા બાળકો તમામ લાભાર્થીઓ ને જરૂરિયાત મુજબ ના કપડા આપીને માનવતાપૂર્ણ સેવાભાવી કાર્ય કર્યા ના આત્મસંતોષ સાથે લાભાર્થીઓ ને હોળી ની ભેટ મેળવ્યા નો આનંદ અપાવ્યો હતો.

આ કામગીરી માટે સંસ્થાન પ્રતિનિધિઓ ના સહકાર દ્વારા કો ઓર્ડીનેટર આરતીબેન રત્નાણી એ કપડાં નું વધુ માં વધુ કલેક્શન કરી ને સમગ્ર વિતરણ વ્યવસ્થા નું સફળ સંચાલન કરી ઉપરોક્ત વિશિષ્ટ કામગીરી ને સફલતા પ્રદાન કરવા ભારે જહેમત ઊઠાવી હતી.








