ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબહેન પીપલીયાએ હસ્તકલા શીખવી નાનકડો પણ સરાહનીય પ્રયાસ .

ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબહેન પીપલીયાએ હસ્તકલા શીખવી નાનકડો પણ સરાહનીય પ્રયાસ કરેલ છે

આજે મોંઘવારી દિન પ્રતિ દિન વધતી રહી છે ત્યારે માત્ર પુરુષ કમાય અને સ્ત્રી માત્ર ઘરનું કામ કરે તો ઉત્તમ રીતે જીવવું મુશ્કેલ બને. આ પરિસ્થિતિને ટાળવા માટે આપણે વિસરાઈ જતી હસ્તકલા જે સ્ત્રીઓ માટે સહજ હોય છે. તે કલા આજે દિન-પ્રતિદિન ઘટી રહી છે. ત્યારે વિસરાયેલી આ પ્રાચીન ધરોહર જીવંત રહે તેમજ આર્થિક ઉપાર્જન થાય અને વિદ્યાર્થીઓમાં આ કલા વિકસિત થાય તે હેતુથી હસ્તકલા પ્રદર્શન શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું. હતું
જેમાં હસ્તકલાના વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યાં. મહિલાઓમાં આ બાબતે જાગૃતિ આવે તે માટે હસ્તકલાની બનાવટ માટે જરૂરી નાણાં, મટિરીયલ, વેચાણ કેવી રીતે થાય આ તમામ માહિતી શાળાનાં શિક્ષિકા બહેન જીવતીબહેન પીપલીયા તેમજ વાલી સુમિત્રાબહેન અને અનુરસ બહેને આપી હતી. આ નાનકડા પણ સરાહનીય પ્રયાસમાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા અને આ અંગે જાગૃત થયાં.

ગામની મહિલાઓને હસ્તકલા અંગેની ગંભીરતા સમજાઈ એટલું જ નહિ રોજગારીની પણ વિશેષ તક ઊભી થઇ શકે તે વાતથી વિદિત થયાં. ધોરણ ૭/૮ ના બાળકોની ખુશી સમાતી ન હતી. તેઓએ કહ્યું અમને પણ વેકેશનમાં આ શીખવું છે. જે નાનકડા પ્રયાસની સફળતા ગણી શકાય









