MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા મૈત્રી કરાર બાબતે બે પક્ષો વચ્ચે બબાલ:સામ સામી ફરીયાદ નોંધાઈ

MORBI:મોરબીમા મૈત્રી કરાર બાબતે બે પક્ષો વચ્ચે બબાલ સામ સામી ફરીયાદ નોંધાઈ

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઇ જગાભાઇ સિંધવ ઉવ.૪૬ એ સીટી બી ડિવિઝનમાં આરોપીઓ સિરાજભાઇ ઉર્ફે દુખી પોપટીયા, કલ્પેશ દિનેશભાઇ કોળી, દિલીપ રઘાભાઇ કોળી, વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા, રોહીત ઉર્ફે ટકો કુંભાર, સિરાજભાઇનો સાળો અનિસ તથા અજાણ્યા બે માણસો રહે બધા મોરબી એમ કુલ ૭ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદી ભાનુબેનના દિકરા કુર્નેશ એ આરોપી સિરાજ ઉર્ફે દુખીના ભાણેજ ડોલીને ભગાડી લઇ જઇ મૈત્રીકરાર કરી બન્ને સાથે રહેતા હોય જેનો ખાર રાખી આરોપી સિરાજ ઉર્ફે દુખી અવારનવાર ફરિયાદી ભાનુબેનના પરિવારના સભ્યોને ફોન કરી ઉશ્કેરણી કરી તેમજ બિભત્સ ગાળો આપતા હોય પોતાની ભાણેજને પાછી મુકી જવા કહેતા હોય પરંતુ ભાનુબે અને તેનો પરિવાર કોઇ ઝઘડો કરવા માંગતા ન હોય એટલે કોઈ પ્રત્યુત્તર આપતા ન હોય, ત્યારે ગઈકાલ તા.૧૦/૦૬ના રોજ આરોપી સિરાજ ઉર્ફે દુખી તથા તેના સાગરીતો સાથે સ્કોરપિયો ગાડીમા ભાનુબેનના ઘરે જઇ ભાનુબેનના પતિને કહેલ કે ‘તારા બન્ને દિકરાને ઘરની બહાર કાઢ મારી પાસે લાયસન્સ વાળી રીવોલ્વર છે હુ ચોવીસ કલાક ભેગી જ રાખુ છુ તારા છોકરાને ભડાકે દેવો છે’ આજ અમો પુરી તૈયારી સાથે આવેલ છીએ અને તમારી હવા કાઢી નાખવી છે તેમ કહી આરોપી સિરાજે પેન્ટના નેફામાંથી છરી કાઢી ભાનુબેનના પતિને મારવા જતા ભાનુબેનને હાથમા છરી વાગી જતા ઇજા થઇ હતી. જયારે સાથેના અન્ય છ આરોપીઓ લાકડાના ધોકાઓ પછાડી બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે વળતી ફરિયાદની મળતી માહિતી અનુસાર મોરબી-૨ સો ઓરડી શેરી નં.૬માં રહેતા સિરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા ઉવ.૩૫ એ નવ આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ સુરેશભાઇ ભરવાડ, રાહુલ સુરેશભાઈ ભરવાડ, સમીર ભરવાડ રહે.ત્રણેય લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ, ભાનુબેન ભરવાડ, ગોપાલ ભરવાડ રહે ત્રાજપર, હિતેશભાઇ ભરવાડ રહે ત્રાજપર, ગોપાલ ભરવાડના બે ભાઇઓ રહે ત્રાજપર, કુર્નેસ સુરેશભાઇ ભરવાડ રહે લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ તથા મકબુલ પિંજારા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી સિરાજ ઉર્ફે દુખીના ભાણેજને આરોપી કુર્નેસ ભરવાડ આજથી ત્રણેક માસ પહેલા ભગાડીને લઇ ગયેલ હોય જેથી આરોપી રાહુલ ભરવાડ ફરીયાદીને ફોન કરી કહેલ કે ‘તુ તૈયારીમા રહેજે તને મારી નાખવો છે તેવી ફોન ઉપર ધમકી આપેલ જે બાબતે ફરિયાદી સિરાજ ઉર્ફે દુખીએ આરોપીઓના સમાજના આગેવાનોને સંપર્ક કરતા ઘરમેળે સમજુતી કરી લેવાનુ કહ્યું હતું. જેથી ફરિયાદી સિરાજ ઉર્ફે દુખી પોતાના મિત્રો સાથે આરોપીના ઘરે સમજાવવા ગયા હતા જે બાબતે આરોપી રાહુલને સારું નહિ લગતા આરોપી સમીર ભરવાડે તેના સંબંધીઓને ફોન કરી બોલાવી તમામ આરોપીઓએ એક સંપ થઇ ફરિયાદી સિરાજ ઉર્ફે દુખીને લાકડાના ધોકાવડે આખા શરીરે મુંઢમાર મારી પગમા ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ આરોપી રાહુલ ભરવાડે માથામા ધારીયા જેવા હથીયારથી ઇજા કરી હતી. બીજીબાજુ ત્રણ આરોપીઓએ ફરિયાદી સિરાજના ઘરે જઇ મોપેડમાં તેમજ ઘરના દરવાજા ઉપર ધોકા મારી નુકશાન કરી સિરાજની પત્નિને બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.હાલ બી ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ઉપરોક્ત ફરિયાદના આધારે બંને પક્ષમાંથી ૬ જેટલા આરોપીઓની અટકાયત કરી લઇ અન્ય આરોપીઓને ઝડપી લેવાની ગતિવિધિ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button