
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને ધારદાર રજૂઆત
આજ રોજ મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા (1) આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદ કરવા અને (2) નાગરિકોના વાણી સ્વાતતંત્ર્ય ને રોકવા માટે ખોટી રીતે દાખલ કરતી એફ.આઈ.આર. (પોલીસ ) ફરિયાદો)ને રોકવા બાબત આવેદન આપવા મા આવ્યું

માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાતમાં હમણાં હમણાં સાચા ગુનાઓમાં ભોગ બનનારની ફરિયાદ લેવામાં પોલીસ ટાળટાળી કરે છે અને બંધારણે બક્ષેલા, નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારો ઉપર તરાપ મારતી ફરિયાદો તાત્કાલિક નોંધે છે.
એક તરફ વેરાવળના સુપ્રતિષ્ટિત ડૉ. ચગના આપઘાતના બનાવ માટે જવાબદારો સામે પગલાં ભરવા માટે એમના દીકરાને હાઇકોર્ટ સુધી જવું પડે છે. બીજી તરફ, રિપોર્ટિંગ કરવા બદલ પત્રકાર પર કેસ દાખલ થાય છે, એક ટ્વીટ કરવા બદલ જવાબદાર રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ ઉપર વિવિધ લગાવીને દાખલ કરીને કેસ દાખલ કરવામાં આવે છે.
રાજ્યના નાગરિકોમાં આવી ઘટનાઓથી ભયનો માહોલ ફેલાય છે. નાગરિક પોતાની વેદના, લાગણી, અભિપ્રાય વ્યક્ત કરતા ડર અનુભવે છે.
નાગરિકોમાં ઉભી થતી આ ડરની લાગણી તંદુરસ્ત લોકશાહી માટે ઘાતક છે, રાજ્ય એક પ્રકારના આપખુદ શાસન તરફ આગળ વધી રહ્યું હોય એવો માહોલ ઉભો થાય છે.

અમારી આપની પાસે માંગણી છે કે,
“આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી ઉપર ટ્વીટને આધાર બનાવી સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી કરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે.” અને,
પોલીસને અધિકારીક સૂચના આપવામાં આવે કે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરે અને ખરેખર ગુનાહિત કૃત્યો થયા હોય એવા બનાવોમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ પરવા કર્યા વગર જવાબદારો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવાની હિમ્મત દાખવે.

આશા છે, નાગરિક અધિકારોના સંરક્ષણ બાબતે રાજ્યના વડા તરીકે આપ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપશો એવી આશા સાથે.









