
ચાચા વદરડા ગામે શાકોત્સવ કાર્યક્રમ યોજાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી થી ૩૦ કિલોમીટર દૂર આવેલા ચાચાવદરડા ગામે સ્વામિનારાયણ ધર્મનો શાકોત્સવ નો કાર્યક્રમ ઉજવાઈ ગયો. જેમાં ઘણા સાધુ સંતોએ હાજર રહીને ભક્તોને આશીર્વાદ આપ્યા છે.પ્રાપ્ત થયેલી વિગત મુજબ
સ્વામિનારાયણ ધર્મમાં શાકોત્સવ નું બહુ મહત્વ છે. મોરબી શહેરમાં પાંચ જેટલા મંદિરો છે દરેક મંદિર દ્વારા શાક ઉત્સવ ઉજવાય છે. જ્યારે આજે ચાચાવદરડા ગામે દેવજીભાઈ ગોવિંદભાઈ બાવરવાના પરિવાર દ્વારા ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી નરનારાયણ દેવની ગાદીના પપ્પુ આચાર્યશ્રી 1008 કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી મુળી મંદિરના સાધુ-સંતો આ શાક ઉત્સવમાં પધાર્યા હતા. આ સાધુ સંતોનાં ડીજે તાલ થી સામૈયા કર્યા હતા અને ગામમાં મોટી શોભા યાત્રા યોજાઈ હતી. બાદમાં ધર્મ સભા યોજાઇ હતી એમાં સાધુ સંતો દ્વારા આશીર્વાદયુક્ત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બાદમાં સાધુ સંતોએ શાક નો વઘાર આપ્યો હતો. શાક રીંગણા નું બાજરા નો રોટલો ખીચડી અને કઢી નાં આ શાક ઉત્સવ નાં મહાપ્રસાદ માં સમગ્ર ચાચાવદરડા ગામ ધુમાડા બંધ પ્રસાદ હતો અને સગા વાલા અને મિત્ર મંડળ ની હાજરી હતી સૌએ આ શાક ઉત્સવમાં ભાગ લીધો હતો. એકંદરે સ્વામીનારાયણ ધર્મમાં સાક ઉત્સવનું બહુ મહત્વ છે તેવું જણાઈ રહ્યું હતું.








