MORBI

નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડૉ. ગિરિશ ભિમાણીની ગરિમામયી ઉપસ્થિતિમાં  સેમિનાર યોજાયો

નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડૉ. ગિરિશ ભિમાણીની ગરિમામયી ઉપસ્થિતિમાં  સેમિનાર યોજાયો – રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડૉ. ગિરિશ ભિમાણી સાહેબએ નવયુગ કોલેજના પ્રથમ વર્ષ માં એડમિશન લેતા B.Sc, B.B.A, B.Com ના સ્ટુડન્ટ્સ ને કારકિર્દીની શરૂઆત કરતા સફળતાનો મંત્ર આપતા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની જીવનશૈલી અને કાર્યપદ્ધતિ કેવી હોવી જોઈએ તેનાથી માહિતગાર કર્યા હતા.

પ્રોગ્રામમાં ઉપસ્થિતિ નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લોકસાહિત્યની દુનિયામાં મોટુ નામ એવા રાજુભાઈ આહિરે તેની ભાતિગળ શૈલીમાં વિદ્યાર્થીઓને રમુજની સાથે જ્ઞાન પીરસ્યું હતું.

આ પ્રોગામમાં સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા સાહેબ, મોરબી નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ના પુર્વઅધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ, શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, બલદેવભાઈ સરસાવાડીયા તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલશ્રી અને સ્ટાફ ગણે હાજરી આપી હતો.

[wptube id="1252022"]
Back to top button