JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં પ્રી-મોનસૂનની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા

કોઝ-વે સહિતના સ્થળોએ જરૂરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ લગાવવા સૂચના

તા.૧લી જૂનથી ફ્લડ સેલ કાર્યરત થશે

જૂનાગઢ તા.૨૯    જિલ્લા સમાહર્તા શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ આગામી ચોમાસાને અનુલક્ષીને પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને તેમણે ભારે વરસાદની સ્થિતિમાં પહોંચી વળવા માટે પૂર્વ આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ વરસાદના પાણીના કુદરતી વહેણની સાફ સફાઈ સમયસર પૂર્ણ કરવા માટે સુચના આપી હતી ઉપરાંત કોઝ-વે સહિતના સ્થળોએ લોકોને પાણીના પ્રવાહ વિશે જાણકારી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ લગાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સિંચાઈ વિભાગ દ્વારા તા.૧લી જૂનથી ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવશે.

આ બેઠકમાં સંભવિત પૂર કે આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે નગરપાલિકા, ગ્રામ પંચાયત કક્ષાએ જરૂરી પૂર્વ તૈયારીઓ અને આયોજન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જર્જરીત મકાનો ખાલી કરવા માટે નોટિસ આપવાથી માંડી અન્ય જરૂરી પગલાઓ લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ઉપરાંત જિલ્લાની સ્કૂલ- કોલેજો, હોટલ, હોસ્પિટલ સહિતના સ્થળોએ ફાયર સેફટી માટે જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button