MORBI:મોરબી ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાંથી નશીલી કોડીન સીરપનો જથ્થો ઝડપાયો.

MORBI:મોરબી ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાંથી નશીલી કોડીન સીરપનો જથ્થો ઝડપાયો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 1 અને 2ની વચ્ચે આવેલ હરિકૃપા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નશીલી કોડીન સિરપનો જ્થ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી નશાકારક એબોટ કંપનીની ફેન્સીડીલ નામની કોડીન યુકત કફ સીરપનો ગેર કાયદેસર જથ્થો મળી આવતા કોડીન યુક્ત સીરપની બોટલો નંગ 10 હજાર કિંમત રૂપિયા 20,54,800 સાથે આરોપી ટ્રાન્સપોર્ટ કર્મચારી આશીફ આમદભાઇ રાઠોડ,રહે.મોરબી વાવડી રોડ, ભારતપાન વાળી શેરી મોરબીવાળને અટકાયતમાં લીધો હતો.

વધુમાં નશાકારક કોડીન મામલે પોલીસે હરિકૃપા ટ્રાન્સપોર્ટના માલિક ગોપાલભાઇ પરબતભાઇ ભરવાડ રહે. રાજકોટ વાળાને ફરાર દર્શાવી નશાકારક સિરપની બોટલ કિંમત રૂપિયા 20,54,800 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 20,59,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા,પીએસઆઇ પી.આર.સોનારા, એ.એસ.આઇ. કિશોરભાઇ ગોવિંદભાઇ મકવાણા, જનકભાઇ છગનભાઇ મારવાણીયા, પો.હેડ કોન્સ. અરવિંદભાઇ માવજીભાઇ ઝાપડીયા, પો.કોન્સ. રમેશભાઇ લાલજીભાઇ કાનગડ તેમજ કિશનભાઇ ધીરૂભાઇ મોતાણી સહિતના સ્ટાફ જોડાયા હતા








