
Halvad:હળવદના માથક ગામે વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો વાડી માલિક સહિતના ત્રણ સામે નોંધાયો ગુનો
હળવદ તાલુકાના માથક ગામે, વટેશ્વરઢોરા વાળી સીમમાં આવેલ વાડીએ પૂર્વ બાતમીને આધારે મોરબી એલસીબી પોલીસ ટીમે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન વાડીની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૧૫૯ બોટલનો જથ્થો ઝડપી લઇ વાડી માલિક સહિતના ત્રણ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી. ગુનો દાખલ કરાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.
મોરબી એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ.ચંદુભાઇ કાણોતરા, પો.કોન્સ.દશરથસિંહ પરમાર તથા તેજસ વિડજાને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, માથક ગામના રાજુભાઇ રણછોડભાઇ કોળી તથા શકિતભાઇ રાજુભાઇ રાજપૂત ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી માથક ગામના ઓધવજીભાઇ સુખાભાઇ કોળીની માથક ગામ થી નવા માથક જવાના માર્ગે વટેશ્વરઢોરા વાળી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં આ જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડેલ હોય જે મળેલ બાતમીને આધારે મોરબી એલ્સી ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.
ઉપરોક્ત માથક ગામની વટેશ્વરઢોરા સીમમાં વાડીએ રેઇડ કરતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી ૧૫૯ બોટલ કિ.રૂ.૫૩,૮૫૦/-નો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબીની રેઇડ દરમિયાન આરોપી રાજુભાઇ રણછોડભાઇ સડાણીયા રહે.માથક તા.હળવદ, શકિતભાઇ રાજુભાઇ ગોહીલ રહે.માથક તા.હળવદ તથા આરોપી વાડી માલિક ઓધવજીભાઇ સુખાભાઇ કુકાવાવા રહે.માથક તા.હળવદ જી.મોરબી હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.