નીતીશ કુમારે 9મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા, આરજેડી સાથેનું ગઠબંધન તોડી ભાજપ સાથે સરકાર રચી

નીતીશ કુમારે 9મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે. ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારે આરજેડી સાથેનું ગઠબંધન તોડી ભાજપ સાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો. નીતીશની નવી સરકારમાં બિહાર ભાજપના 2 નેતાઓ નાયબ મુખ્યમંત્રી બની રહ્યા છે જેમાં બિહાર પ્રદેશ ભાજપ પ્રમુખ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાનો સમાવેશ થયા છે. 9 જેટલા મંત્રીઓ પણ આ સરકારમાં શપથ લીધા
નીતિશ કુમારની સાથે 2 નાયબ મુખ્યમંત્રી અને 6 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. જે ધારાસભ્યો આજે મંત્રી તરીકે શપથ લેશે તેમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, ડૉ. પ્રેમ કુમાર, વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર અને HAMના સંતોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહના નામ સામેલ છે.
બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો છે. નીતિશ કુમારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને ફરીથી NDAમાં પાછા ફરવાના સમાચારને સમર્થન આપ્યું છે. રાજભવન પહોંચીને તેમણે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. તો ભાજપ સાથે મળી નવી સરકારના ગઠન માટે દાવો પણ રજુ કર્યો હતો.
બિહાર ભાજપે સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા અને વિજય સિંહાને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે. આ દ્વારા ભાજપે જ્ઞાતિ સમીકરણને પણ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે વિજય સિંહા ભૂમિહારથી આવે છે અને સમ્રાટ ચૌધરી કોરી સમુદાયમાંથી આવે છે. જયારે નીતિશ કુમાર કુર્મી જાતિમાંથી આવે છે. આ રીતે એનડીએ બિહારમાં કુર્મી-કોરીનું ગઠબંધન બનાવી શકશે. ભાજપે સરકારમાં બે ઓબીસી અને ઉચ્ચ જાતિના મુખ્યમંત્રી બનાવી ‘એક તીરથી અનેક નિશાન’ સાધવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે ભાજપ જ્ઞાતિ સમીકરણ ઉકેલવામાં સફળ રહેશે.
યાદવો પછી ઓબીસી વોટ બેંકમાં કુર્મી-કોરીની સંખ્યા સૌથી વધુ છે. યાદવોની વસ્તી આશરે 15 ટકા છે, જ્યારે કુર્મી-કોરીની વસ્તી લગભગ 7 ટકા છે. જ્યારે ભૂમિહારોની વસ્તી 3 ટકા જેટલી છે.
સમ્રાટ ચૌધરી 54 વર્ષના છે. તે કોરી (કુશવાહા) સમુદાયમાંથી આવે છે. સમ્રાટ ચૌધરીએ ઔપચારિક રીતે 27 માર્ચ 2023 ના રોજ બિહારના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો. ભાજપના પૂર્વ નેતા બિહાર વિધાન પરિષદમાં વિપક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ બિહારના પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ચૌધરી 6 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. તેઓ અગાઉ લાલુ પ્રસાદની આરજેડી અને નીતિશ કુમારની જેડીયુ બંને સાથે જોડાયેલા હતા.
2017માં, તેઓ ભાજપમાં જોડાયા, અગાઉ નીતિશ કુમાર સાથે જોડાયેલા હતા. ચૌધરીએ નીતિશ કુમારની આગેવાની હેઠળની અગાઉની એનડીએ સરકાર દરમિયાન પંચાયતી રાજ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.










