
મોરબી ગાયત્રી આશ્રમ પાછળથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી ધુતારાની વાડી, ગાયત્રી આશ્રમ પાછળથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી ધુતારાની વાડી, ગાયત્રી આશ્રમ પાછળથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૫ કિં રૂ. ૭,૫૦૦ નો મુદામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી દીપકભાઈ સુરેશભાઈ આત્રેસીયા રહે. ધુતારાની વાડી ગાયત્રી આશ્રમ પાછળ નવલખી બાયપાસ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી શોધખોળ હાથ ધરી છે.
[wptube id="1252022"]








