
MORBI:મોરબીના લીલાપર ગામે રહેણાંકમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી : મોરબીના લીલાપર ગામે રહેતો આરોપી નવઘણ ઉર્ફે નોંધો જેઠાભાઇ દેગામા પોતાના ઘરમાં દેશી દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે આરોપી નવઘણના ઘેર દરોડો પાડતા રહેણાંકના ઉપરના માળેથી બૂંગિયામા ભરેલ 500 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 10 હજારનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, આરોપી હાજર નહિ મળી આવતા એલસીબીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
[wptube id="1252022"]








