
મોરબીના વીશીફાટકથી રોહિદાસપરા સુધીનો રોડ તાત્કાલિક મંજૂર કરવા રજૂઆત રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરીએથી રોહીદાસ પરા સુધીનો માર્ગ બીસ્માર હાલતમાં સામાન્ય વરસાદમાં તલાવડા મફત પાણી રોડ પર ફરી વળ્યા છે જેથી સ્થાનિક વિસ્તારના લોકોને ભારે હાલાકી નો ભોગ બનવું પડે છે હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ જતા મોસમ નો વરસાદ પડ્યો છે ત્યારે રોહીદાસ પરા માં થી ગામમાં અવન જવનમાં સ્થાનિક મતદાર પ્રજાજનોને વિદ્યાર્થીઓને વૃદ્ધો સહિત મેરી ટાઈમ બોર્ડમાં નોકરી કરતા કર્મચારીઓને પણ પસાર થવું કઠિન છે અને આરોગ્યને પણ જોખમ રહ્યું.. ત્યારે મોરબી રોહીદાસપરા વિસ્તારમાં અનુસુચિત જાતિની વસ્તી અંદાજીત ૧૦,૦૦૦(દસ હજાર/-) જેટલી છે. જે તમામ ગરીબ નબળા વર્ગના છે.
જે રોહીદાસપરા વિસ્તારનાં પ્રવેશદ્વાર સમાન મુખ્ય રોડ/રસ્તો સંપૂર્ણ ડેમેજ અને તૂટી ગયેલ છે. જેથી વિસ્તારનાં ગરીબવર્ગના લોકોને વાહન-વ્યવહાર તેમજ પગપાળા ચાલવું પણ મુશ્કેલ બનેલ છે. જેથી વિસ્તારના લોકો હાડમારી ભોગવી રહેલ છે.

મેઇન રોડ ઉપર ગટર નું પાણી છલકાયની રોડ પર ભરેલુ રહે છે. ગારો તથા કીચડ અને ગંદકી ફેલાય છે. અને વારસાદનું પાણી પણ મેઇન રોડ પર ભરેલુ પાણીનો નિકાલ કરવા રોહીદાસપરા ના મેઇન રોડ પર ઢોરા માટે ધાસ ચારો નાખે છે. તે વાળા વાળા નો બંધ કરાવવા રોહીદાસપરા મેઇન રોડ પર દબાણ દુર કરવા અને રેલ્વે સ્ટેશનથી સુપર ટોકીઝ નો રોડ સંપુર્ણ નષ્ઠ થયેલ છે તે તાત્કાલીક રીપેર કરવા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે આવી છે અને આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો નો છૂટકે ઉપવાસ આંદોલન બેસવાની ફરજ પડશે









