MORBIMORBI CITY / TALUKO

મોરબી: સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને સજામાં માફી આપી જેલ મુક્ત કરવામાં આવ્યો

મોરબી: સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને સજામાં માફી આપી જેલ મુક્ત કરવામાં આવ્યો

મોરબીની સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ ૧૪ વર્ષની સજા પૂર્ણ કરી હોય અને સારી વર્તણુક ઉપરાંત જેલમાંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી ડીગ્રી પ્રાપ્ત કરી છે જેને ધ્યાને લઈને જેલમુક્તિનો હુકમ કરી કેદીને જેલ મુક્ત કરવામાં આવ્યો છે જે અંગે સબ જેલના અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સબ જેલમાં પાકા કામના કેદી હિતેશ ઉર્ફે બાવકો શિવશંકર દવે આજીવન કેદની સજા ભોગવતા હતા જે કેદીએ તેની સજાના ૧૪ વર્ષ પૂર્ણ કરી લીધા છે જે કેદીની વર્તણુક જેલમાં સારી હતી એટલું જ નહિ જેલમાં રહેતા તેને ઉચ્ચ અભ્યાસ કરી ડીગ્રી મેળવી છે જેથી કલેકટરના અધ્યક્ષસ્થાને જેલ એડવાઈઝરી બોર્ડની કમિટીમાં હકારાત્મક અભિપ્રાય મેળવી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી

 

જે દરખાસ્તને સરકારે મંજુર રાખી હતી અને આજીવન કેદની બાકીની સજા માફ કરી સીઆરપીસી ૪૩૩ હેઠળની વહેલી જેલ મુક્તિના હુકમો સરકાર તેમજ જેલના ઇન્સ્પેકટર જનરલ અમદાવાદ તરફથી કરવામાં આવતા કેદીને આજે જેલમુક્ત કરવામાં આવ્યો હતો
સજામાંથી માફી મળતા કેદીએ જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો..

[wptube id="1252022"]
Back to top button