MORBI

મોરબી:તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યોજાશે

આગામી ૫ ઓગસ્ટના રોજ નિવાસી તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યોજાશે

મોરબીમાં ૭ ઓગસ્ટ આસપાસથી મોરબી રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરાશે

આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરે જેવા સંરક્ષણ દળોની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા એક માસના રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૦૭/૦૮/૨૦૨૩ની આસપાસ થી શ્રી યુ.એન. મહેતા કોલેજ, ભડીયાદ રોડ, મોરબી ખાતે કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા. ૦૫/૦૮/૨૦૨૩ના રોજ સવારના ૦૮:૩૦ કલાકે શ્રી યુ.એન. મહેતા કોલેજનું ગ્રાઉન્ડ્, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button