
મોરબીના મેન રોડ ઉપર સામાકાંઠે આવેલા જિલ્લા ક્ષય આરોગ્ય કેન્દ્ર પાસે દસ દિવસથી ગંદા પાણી નું તલાવડું ફરી વળ્યું!!!

મોરબી શહેર જિલ્લામાં સ્વચ્છતા નો અભાવ લોકો અનુભવી રહ્યા છે ત્યારે વિકાસ અને પ્રજા ચિંતન કામગીરીની પુકારો કરતા નેતાઓ જિલ્લા કક્ષાની કચેરીઓએ નજીક પગપાળા કરવું જોઈએ જે સતત વાહન વાહનોથી અવર-જવર અને રાહદારીઓથી ધમધમતા મેન રોડ એવા સામા કાંઠા વિસ્તારમાં આવેલા લોકોના આરોગ્યનું જતન કરતું કેન્દ્ર પાસે જ ગંદકી નું ગંજ થી ગંદા પાણી નો દરિયો વહેતો થયો હોય તેમ સમગ્ર જિલ્લા ક્ષય આરોગ્ય કેન્દ્ર ના મેન ગેટથી મેન રોડ સુધી તલાવડાની માફક ફરી વળ્યું છે ગંદુ પાણી ત્યાંના સ્થાનિક લોકોએ જણાવેલ વિગત એવી છે કે છેલ્લા દસ દિવસથી આ ગંદા પાણીની તલાવડી ના દુર્ગંધ યુક્ત પાણીથી સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા વ્યક્તિઓ સહિત આ જિલ્લા ક્ષય આરોગ્ય કેન્દ્ર ની કચેરીના કર્મચારીઓ માંદગીનો ભોગ ના બને તો સારું વિકાસની પુકાર સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં ગુંજી રહી છે ત્યારે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે મોરબી સામા કાંઠા વિસ્તારમાં મેઇન રોડ પર વહેતી તલાવડા ની માફક ગંદા પાણીની નદી વિકાસની સ્વચ્છતા અંગે નબળી છબી લોકોમાં ઊભી કરી રહી છે તે વિકાસની વાતો કરનાર નેતાઓએ ભૂલવું ન જોઈએ









