
મોરબી ધરમપુર ગામની સીમ નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના ધરમપુર ગામની સીમ નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સની એલસીબી પોલીસે અટક કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે મોરબી તાલુકાના ટીંબડી બસ સ્ટેન્ડથી ધરમપુર જવાના કાચા રસ્તા ઉપરથી આરોપી મકસુદભાઇ ઉર્ફે ટાલો મુસાભાઇ ચૌહાણ ઉવ.૩૫ રહે.હાલ લાતી પ્લોટ શેરી-૦૫, બી.એસ.એલ.એન. ઓફીસની બાજુમાં મોરબી મુળરહે. નસીતપર તા. ટંકારા જી. મોરબીને ગેર કાયદેસર હાથ બનાવટનો જુના જેવો દેશી તમંચો હથિયાર નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- આરોપીએ પોતાના પેન્ટના નેફામાં છુપાવી રાખી મળી આવતા તેની અટક કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં હથિયારધારા હેઠળ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








