MORBI:મોરબીના પટેલ યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ ગટગટાવી: વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

MORBI:મોરબીના પટેલ યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ ગટગટાવી: વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી
મોરબીની અવની ચોકડી પાસે રહેતા અને ઇમિટેશનનો વેપાર કરતા કેયુરભાઈ નાગજીભાઈ બાવરવા ઉ.34 નામના યુવાને ધંધામાં જરૂરત પડતા અલગ અલગ 22 વ્યાજખોરો પાસેથી મહિને 4 ટકાથી લઈ 45 ટકા વ્યાજે અલગ અલગ રકમ લીધી હોય તમામ વ્યાજખોરોએ વ્યાજ વસૂલવા છતાં પઠાણી ઉઘરાણી કરી સેલટોસ ગાડી, ખેતીની જમીન અને દાગીના પડાવી લેતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ ગઈકાલે એસપી રોડ ઉપર ફીનાઇલ ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા પોલીસે નિવેદન નોંધતા વ્યાજખોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

વધુમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા કેયુરભાઇ નાગજીભાઇ બાવરવા આરોપી વ્યાજખોર (1) ગોપાલભાઇ ભટ્ટ રહે. વાવડી રોડ હાલ.રહે. વીરપર હરીપાર્ક તા.ટંકારા (2) ભોલુ જારીયા રહે. રવાપર ઘુનડા રોડ મોરબી (3) રોહીતભાઇ રહે. મોરબી (4) મુકેશભાઇ ડાંગર રહે. મોરબી (5) ઉમેશભાઇ રહે. મોરબી (6) રાજભાઇ ઉર્ફે લાલભાઇ રહે. મોરબી (7) પ્રકાશભાઇ રહે. મોરબી (8) અજીતભાઇ રહે. મોરબી (9) જયેશભાઇ ભરવાડ રહે. મોરબી (10) કમલેશભાઇ રહે. મોરબી (11) પ્રતીક ઉર્ફે પતીયો રહે. મોરબી (12) જયદેવભાઇ રહે. મોરબી (13) વિપુલભાઇ રહે. મોરબી (14) જયદીપભાઇ ડાંગર રહે. મોરબી (15) મિલનભાઇ રહે. મોરબી (16) મેરૂભાઇ રામજીભાઇ રબારી રહે.વિરપર તા.ટંકારા જી. મોરબી (17) મહીપતસિંહ જાડેજા રહે. મોરબી (18) દીલીપભાઇ બોરીચા રહે. મોરબી (19) લાલાભાઇ રહે. નાગડાવાસ તા.જી. મોરબી (20) વિરમભાઇ રબારી રહે. મોરબી (21) ભરતભાઇ કે મુળ.ગામ ઉંચી માંડલ તા.જી. મોબી હાલ રહે. મોરબી તેમજ (22) તેમજ આરોપી રીઝવાને.રહે. વિરપર તા.ટંકારા જી. મોરબી ફરીયાદીની સંયુકત માલીકીની બળજબરી પુર્વક જમીન લખાવી લીધેલ છે સહિતનાઓ વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘારાણી કરતા ત્રાસી જઈ ફીનાઇલ પી લીધી હોવાનું જાહેર કર્યું હતું.વધુમાં આ ગંભીર બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ 384,504,506(2) તથા ધી મનીલેન્ડર્સ એકટ – 2011ની કલમ – 40,43 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે








