MORBI:જીવ અને શિવના મિલનના મહાપર્વ શિવરાત્રી નિમિત્તે મોરબી ખાતે એક દિવસીય યોગ શિબિરનું આયોજન
MORBI:જીવ અને શિવના મિલનના મહાપર્વ શિવરાત્રી નિમિત્તે મોરબી ખાતે એક દિવસીય યોગ શિબિરનું આયોજન
ભગવાન શિવ કે જેઓ આદિ યોગી એટલે કે પ્રથમ યોગી છે, આપણે જેને યોગીક વિજ્ઞાન સ્વરૂપે ઓળખીએ છીએ તેના જનક મહાદેવ શિવ છે. જેમણે આપણને યોગ ભેટ સ્વરૂપે આપેલ હોઈ, યોગ પરંપરામાં શિવજી આદિ ગુરુ અથવા પહેલા ગુરુ તરીકે વિશેષ સ્થાન ધરાવે છે.
જીવ આત્મા છે તો શિવ પરમાત્મા છે. બંનેનું મિલન એજ મુક્તિ અને તેની એક પદ્ધતિ યોગ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે યોગિક રીતે શિવ આરાધના કરવા એક દિવસીય યોગ શિબિરનું મોરબી જિલ્લામાં મોરબી ખાતે સુંદર આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થયેલ છે.

જેમાં શિવમય વાતાવરણમાં સામૂહિક રીતે યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને શિવતાંડવ અને યોગ આધારિત કૃતિ પ્રસ્તૃતિ, આરતી અને પ્રસાદ વિતરણ રહેશે.
શિબિર તારીખ: 8/3/2024
સમય: સવારે 7 થી 9
સ્થળ: બાળવન ક્રીડાંગણ, ક્રિષ્ના સ્કૂલ સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી.
ઉપરોક્ત યોગ શિબિરમાં યોગ અને વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તેમના 25 કે વધુ સભ્યો સાથે હાજર રહ્યે અને પુરા પરિવાર સાથે જોડાનાર કુટુંબોનું વિશેષ સન્માન પણ થવાનું હોઈ, યોગમાં રુચિ ધરાવનાર, યોગ વિષયમાં જાણકારી મેળવવા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિનો પરિચય મેળવવા, નીચે આપેલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરી યોગ શિબિરમાં નિશુલ્ક રીતે જોડાવવા મોરબી જિલ્લાના બધા યોગ કોચ, યોગ ટ્રેનર અને કોર કમિટી મેમ્બર્સ અને જિલ્લા અને ઝોન કોર્ડીનેટર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
રજીસ્ટ્રેશન લિંક:
https://forms.gle/urSdGUY6QTGnHF6J8
વધુ માહિતી માટે વાલજી પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર (9586282527) અથવા વિજય ભાઈ શેઠ, કચ્છ ઝોન યોગ કોર્ડીનેટરનો (9099881155) સંપર્ક કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવેલ છે.








