BHUJKUTCH

પૂર્વ કચ્છ કલેક્ટર પ્રવિણા ડી.કે.નો વધુ એક કૌભાંડ આવ્યો સામે : કેસ ચાલુ હોવા છતાં ઉદ્યોગ માટે જમીન બિનખેતીમાં ફેરવાઈ ગઈ!

નકારાત્મક અભિપ્રાય આપનાર મામલતદારની ભૂમિકા પણ શંકાના દાયરામાં

રીપોર્ટ : બિમલ માંકડ

ભુજ : તાજેતરમાં પૂર્વ કચ્છ કલેક્ટર પ્રવિણા ડી.કે. દ્વારા મસ્કા ગામની જમીન બીનખેતીમાં ફેરવવાનો ખોટો હુકમ વિવાદ સચિવ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ખોટા ઝોનીંગ અભિપ્રાય ઉપર સોનાની લગડી જેવી કિંમતી જમીન બિનખેતીમાં ફેરવી સરકારી તિજોરીને અંદાજે સાત કરોડ રૂપિયાનો ચૂનો લગાડવાના કેસમાં પ્રવિણા ડી.કે. સહિતના મહેસૂલી કર્મચારીઓ વિરુદ્ધ જાગૃત નાગરિક એચ.એસ.આહિર દ્વારા સી.આઈ.ડી.ક્રાઇમમાં ફરીયાદ કરાતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેવામાં આઈએએસ પ્રવિણા ડી.કે. વિરુદ્ધ ગણોત અધિનિયમ હેઠળ કિંમતી જમીનમાં કેસ ચાલુ હોવા છતાં બીનખેતીમાં ફેરવવાનો હુકમ કરવા બદલ ફરીયાદ કરવાની તજવીજ ભુજના એક જાગૃત નાગરીક દ્વારા હાથ ધરાઈ રહી છે.

સામાન્યરીતે મહેસૂલ અધિનિયમ કાયદા મુજબ જ્યાં સુધી જમીનને સંલગ્ન કોઈ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી જમીનમાં વેંચાણ કે બિનખેતી જેવી પ્રક્રિયા હાથ ધરી શકાતી નથી. પરંતુ અહીં તો ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા જમીનમાં કેસ ચાલુ હોઈ બીનખેતીમાં ફેરવવા બાબતે સ્પષ્ટ નકારાત્મક અભિપ્રાય આપ્યો હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી બીનખેતીનો હુકમ કરી દેવાયો હોવાનું બહાર આવ્યું છે.

સુત્રો અનુસાર જે વિવાદિત જમીન અંગે ઉદ્યોગ માટે ખોટો બીનખેતી હુકમ કરાયો છે તે એક જાણીતા મોટાકદના નેતાની ખૂબ જ નજીકના મિત્રની છે. કાયદાની જોગવાઈ મુજબ જો ગણોત અધિનિયમ હેઠળ ચલાવવમાં આવતા કેસનો પરિણામ જમીન માલિકની વિરુદ્ધમાં આવે તો જમીન શ્રી સરકાર પણ દાખલ થઈ શકે તેમ હોવા છતાં પ્રવિણા ડી.કે. સહિતના મહેસૂલી કર્મચારીઓએ સરકારને કરોડોનું નુકશાન પહોંચાડી શકે તેવો બીનખેતીનો હુકમ કરી દીધો છે. આવનારા સમયમાં આ પ્રકરણમાં મોટા ખુલાસાઓ થઈ શકે તેમ હોવાથી અનેકની નીંદર હરામ થવા પામી છે.

રાજ્ય સરકારના એક જનપ્રતિનિધિની નજીકના મનાતા પ્રવિણા ડી.કે.ની કારકિર્દી કચ્છમાં ફરજ દરમ્યાન વિવાદોથી ઘેરાયેલી રહી છે. જિલ્લાના ઈતિહાસમાં કદાચ પહેલી વખત બન્યું હશે કે કલેક્ટરની બદલી થઈ ગયાના એક અઠવાડિયા જેટલા ટૂંકા સમયમાં ફરીથી તે જ કલેક્ટરની કચ્છમાં બદલી કરવામાં આવી હોય. હાલ પ્રવિણા ડી.કે. અમદાવાદના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

“એક પૂર્વ મામલતદારની ભૂમિકા પણ શંકાના દાયરામાં”

આમ તો કલેક્ટરની સુચના હોય તો ‘હુકમની તામિલ’ મામલતદારે તાત્કાલિક કરવાની રહે છે. પરંતુ આ પ્રકરણમાં ખુદ પ્રવિણા ડી.કે.એ કલેક્ટરની રુહે મામલતદારને ગણોત અધિનિયમ કાયદા હેઠળ કેસ દાખલ કરવાની સુચના આપી હોવા છતાં ત્રણ-ત્રણ મહિનાઓ સુધી કેસ દાખલ કરવાનો વિવેક મામલતદારે કર્યો ન હતો. અરજદારે વિવાદિત જમીન બીનખેતીમાં ફેરવવા કરેલ અરજીની જાણ થતાં જ મામલતદારે હરકતમાં આવી દેખાવો કરવા પુરતો કેસ દાખલ કર્યો હતો અને જમીન બીનખેતીમાં ફેરવવા અંગે સ્પષ્ટ નકારાત્મક અભિપ્રાય આપી પોતાનો બચાવ કરવાનો લુલો પ્રયાસ કર્યો હતો. જો કે ઓનલાઈન પોર્ટલમાં કેસ અપડેટ ન કરાયો હોવાથી મામલતદારની ગંભીર બેદરકારી સ્પષ્ટ રીતે છતી થાય છે.

પૂર્વ કચ્છ કલેક્ટર પ્રવિણા ડી.કે. દ્વારા મસ્કા ગામની જમીન બીનખેતીમાં ફેરવવાનો ખોટો હુકમ વિવાદ સચિવ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ખોટા ઝોનીંગ અભિપ્રાય ઉપર સોનાની લગડી જેવી કિંમતી જમીન બિનખેતીમાં ફેરવી સરકારી તિજોરીને અંદાજે સાત કરોડ રૂપિયાનો ચૂનો લગાડવાના કેસમાં પ્રવિણા ડી.કે. સહિતના મહેસૂલી કર્મચારીઓ વિરુદ્ધ જાગૃત નાગરિક એચ.એસ.આહિર દ્વારા સી.આઈ.ડી.ક્રાઇમમાં ફરીયાદ કરાતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેવામાં આઈએએસ પ્રવિણા ડી.કે. વિરુદ્ધ ગણોત અધિનિયમ હેઠળ કિંમતી જમીનમાં કેસ ચાલુ હોવા છતાં બીનખેતીમાં ફેરવવાનો હુકમ કરવા બદલ ફરીયાદ કરવાની તજવીજ ભુજના એક જાગૃત નાગરીક દ્વારા હાથ ધરાઈ રહી છે.

સામાન્યરીતે મહેસૂલ અધિનિયમ કાયદા મુજબ જ્યાં સુધી જમીનને સંલગ્ન કોઈ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી જમીનમાં વેંચાણ કે બિનખેતી જેવી પ્રક્રિયા હાથ ધરી શકાતી નથી. પરંતુ અહીં તો ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા જમીનમાં કેસ ચાલુ હોઈ બીનખેતીમાં ફેરવવા બાબતે સ્પષ્ટ નકારાત્મક અભિપ્રાય આપ્યો હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી બીનખેતીનો હુકમ કરી દેવાયો હોવાનું બહાર આવ્યું છે.

સુત્રો અનુસાર જે વિવાદિત જમીન અંગે ઉદ્યોગ માટે ખોટો બીનખેતી હુકમ કરાયો છે તે એક જાણીતા મોટાકદના નેતાની ખૂબ જ નજીકના મિત્રની છે. કાયદાની જોગવાઈ મુજબ જો ગણોત અધિનિયમ હેઠળ ચલાવવમાં આવતા કેસનો પરિણામ જમીન માલિકની વિરુદ્ધમાં આવે તો જમીન શ્રી સરકાર પણ દાખલ થઈ શકે તેમ હોવા છતાં પ્રવિણા ડી.કે. સહિતના મહેસૂલી કર્મચારીઓએ સરકારને કરોડોનું નુકશાન પહોંચાડી શકે તેવો બીનખેતીનો હુકમ કરી દીધો છે. આવનારા સમયમાં આ પ્રકરણમાં મોટા ખુલાસાઓ થઈ શકે તેમ હોવાથી અનેકની નીંદર હરામ થવા પામી છે.

રાજ્ય સરકારના એક જનપ્રતિનિધિની નજીકના મનાતા પ્રવિણા ડી.કે.ની કારકિર્દી કચ્છમાં ફરજ દરમ્યાન વિવાદોથી ઘેરાયેલી રહી છે. જિલ્લાના ઈતિહાસમાં કદાચ પહેલી વખત બન્યું હશે કે કલેક્ટરની બદલી થઈ ગયાના એક અઠવાડિયા જેટલા ટૂંકા સમયમાં ફરીથી તે જ કલેક્ટરની કચ્છમાં બદલી કરવામાં આવી હોય. હાલ પ્રવિણા ડી.કે. અમદાવાદના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

“એક પૂર્વ મામલતદારની ભૂમિકા પણ શંકાના દાયરામાં”

આમ તો કલેક્ટરની સુચના હોય તો ‘હુકમની તામિલ’ મામલતદારે તાત્કાલિક કરવાની રહે છે. પરંતુ આ પ્રકરણમાં ખુદ પ્રવિણા ડી.કે.એ કલેક્ટરની રુહે મામલતદારને ગણોત અધિનિયમ કાયદા હેઠળ કેસ દાખલ કરવાની સુચના આપી હોવા છતાં ત્રણ-ત્રણ મહિનાઓ સુધી કેસ દાખલ કરવાનો વિવેક મામલતદારે કર્યો ન હતો. અરજદારે વિવાદિત જમીન બીનખેતીમાં ફેરવવા કરેલ અરજીની જાણ થતાં જ મામલતદારે હરકતમાં આવી દેખાવો કરવા પુરતો કેસ દાખલ કર્યો હતો અને જમીન બીનખેતીમાં ફેરવવા અંગે સ્પષ્ટ નકારાત્મક અભિપ્રાય આપી પોતાનો બચાવ કરવાનો લુલો પ્રયાસ કર્યો હતો. જો કે ઓનલાઈન પોર્ટલમાં કેસ અપડેટ ન કરાયો હોવાથી મામલતદારની ગંભીર બેદરકારી સ્પષ્ટ રીતે છતી થાય છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button