
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેરગામ ખાતે કરાશે. આ અંગે નવસારી કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમની સુઆયોજિત ઉજવણી માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અસરકારક આયોજન માટે જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને સુપેરે નિભાવી ઉજવણીને સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ નવસારી જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રોશની કરવામાં આવશે. તાલુકાકક્ષાના કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા અને તાલુકાકક્ષાની આયોજન સમિતિની રચના કરવા સાથે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય,નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



