
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ના ભાગ રૂપે વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ સારું રેલી યોજાઇ હતી જેને વિજય જે પટેલ તાલુકા હેલ્થ ઓફિસર દ્રારા લીલી ઝન્ડી આપી ને જન જાગૃતિ રેલી ને પ્રસ્થાન કરાવ્યું…Time to Deliver Zero Malaria: Invest..Innovate..Impliment મેલેરિયા ને શૂન્ય સુધી પહોંચાડવાનો સમય: નિવેશ કરો.નવું કરો અમલ કરો થીમ પર બેનર બનાવી ને મેલેરિયા થી બચવા ના ઉપાયો.મચ્છર ઉત્પતિ સ્થાન શોધી દૂર કરવા.દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ બંધિયાર પાણી માં પોરા ભક્ષક માછલી નો ઉપયોગ કરવો તેવાપોસ્ટર સાથે જનજાગૃતિ રેલી સરકારી દવાખાના કેમ્પસ માંથી નીકળી તાલુકા પંચાયત ખત્રીકુવા નગરપાલિકા બી આર સી ભવન એ પી એમ સી માર્ગો પર વિવિધ બેનર અને પોસ્ટર સાથે જન સમુદાય ને આકર્ષિત કરી ને પરત તાલુકા હેલ્થ કચેરી ના કેમ્પસ માં આવી હતી આ રેલી માં અર્બન હેલ્થ કચેરી નો સ્ટાફ આર બી એસ કે સ્ટાફ આશ નર્સિંગ કોલેજ ના સ્ટુડન્ટ સી એમ ટી સી સ્ટાફ આર બી એસ કે સ્ટાફ તેમજ આરોગ્ય કર્મચારી ભાઈ ઓ અને બહેનો તેમજ અર્બન હેલ્થ ઓફિસર ડો દિવ્યા રાણા જોડાયા આ રેલી નું સુચારુ આયોજન તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્રારા કરવામાં આવ્યું હતુ





