SINOR

સાધલી ની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે ૭૪ માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરાઇ

સમગ્ર ભારત ભરમા ૭૪ માં પ્રજાસત્તાક દિનની ભારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની ભારે ઉત્સાહ સાથે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
સાધલી ની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે સવારના નવ વાગ્યે આવેલ મહેમાનોના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહેમાનોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરાયા બાદ સ્વાગત ગીત સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.
ત્યાર બાદ સ્કૂલ નાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવા પોશાક તેમજ ત્રિરંગા ડ્રેસ સાથે દેશ ભક્તિના ગીત સાથે કાર્યક્રમ યોજી તમામને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
સાધલી ની શ્રવણ સંસ્કાર વિદ્યાલય પરિવાર દ્વારા આવેલ તમામ મહેમાનો ને ૭૪ માં પ્રજાસત્તાક દિનની સુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ફૈઝ ખત્રી….શિનોર

[wptube id="1252022"]
Back to top button