GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ‘રવિ કૃષિ મહોત્સવ આયોજન અંગે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ‘રવિ કૃષિ મહોત્સવ આયોજન અંગે બેઠક યોજાઈ

આગામી ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં વધુ ને વધુ ખેડૂતોને સહભાગી બનાવવા જણાવ્યું હતું. આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં ખેડૂતોને લગતી વિવધ યોજનાઓના લાભો તેમજ કૃષિ વિષયક વિવિધ માહિતીઓ આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતો સુધી પહોચતી કરવામાં આવશે. કાર્યક્રમમાં કૃષિ પરીસંવાદ તથા વિવિધ જેટલા સ્ટોલ મારફત કૃષિ પ્રદર્શની યોજાશે સાથે સાથે સેવા સેતુ તથા પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે તેમજ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સહાય યોજનાઓના મંજૂરીપત્રો તેમજ સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા શ્રી અન્ન (મિલેટ), ખેતી ખર્ચના ઘટાડા માટે સાધનોનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનનો વધારો કરવો તથા કૃષિલક્ષી પ્રશ્નોતરી યોજાશે. તેમજ બેસ્ટ આત્મા ફાર્મરનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સન્માન, ચેક તથા વર્ક ઓર્ડરનું વિતરણ કરાશે. ઉપરાંત પ્રદર્શનના સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાતનુ આયોજન હાથ ધરાશે.

[wptube id="1252022"]
Back to top button