WAKANER:વાંકાનેર નકલી ટોલનાકા મામલે મામલતદાર અને ટોલ પ્લાઝાના મેનેજરની બેઠક યોજાઈ

વાંકાનેર નકલી ટોલનાકા મામલે મામલતદાર અને ટોલ પ્લાઝાના મેનેજરની બેઠક યોજાઈ
વાંકાનેર નજીક ટોલ પ્લાઝની સમાંતર ગેરકાયદે રસ્તા કાઢી હજારો વાહનોને પસાર થવા દેવા માટે લાખોના ટોલ વસુલવાના કાળા કારોબારનો દોઢ વર્ષને અંતે પર્દાફાશ થયો હતો. જેમાં ટોલનાકા બાયપાસ કરાવનાર બંધ ફેકટરીના માલિક તેમજ સીદસર ઉમયાધામના પ્રમુખના પુત્ર, ભાજપ આગેવાન સહિત હાઈ પ્રોફાઈલ આરોપીઓ સામે ગુન્હો નોંધાયા બાદ આજે તપાસને વધુ તેજ બનાવવામાં આવી છે. જેમાં વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા પાસે આવેલ ગેરકાયદે રસ્તાનું રોજકામ શરૂ કરવામાં આવ્યું છે અને મામલતદાર કચેરી દ્વારા રોજકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે નાયબ મામલતદારે પોલીસને સાથે રાખીને બોગસ ટોલનાકાના ગેરકાયદે રસ્તાની વિઝીટ કરી રોજકામ કરી જિલ્લા કલેકટરને અહેવાલ સોંપવામાં આવશે

ભૂપેન્દ્ર પટેલ સરકારે કોની ભરી શરમ, મોરબીના બાહુબલીઓના બોગસ ટોલનાકા સામે તંત્ર કેમ ચૂપ?મોટા માથાઓના નામ ખૂલ્યા બાદ આજે પાંગળો બચાવ કરવા ઉતર્યું તંત્ર! કોંગ્રેસનો આરોપ કે એક -બે નહીં આવા 3 હતા બોગસ ટોલનાકા, સરકાર શું અત્યારસુધી ઉઘમાં હતી?29 જુલાઈ 2022થી હાઈવે ઓથોરિટી કરતી રહી ફરિયાદ પણ એસપી અને કલેક્ટર કેમ રહ્યાં ચૂપ? સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ પટેલના દીકરાનું કારસ્તાન મોટી મોટી શીખામણ આપનાર પાટીદાર નેતાનો દીકરો મુખ્ય સૂત્રધાર સરકારે કેમ આંખ આડા કાન કર્યા, કલેક્ટર અને એસપીને કોની સૂચના? બોગસ ટોલનાકા સામેની ફરિયાદો કોના ઈશારો બાયપાસ થઈ પોલીસ અને તંત્રએ વાતનું વતેસર થતાં હવે મેદાને આવ્યું
બીજી તરફ વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર એક મિટિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીના ડેપ્યુટી મેનેજર, રાહુલકુમાર મીણા સહિતના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, વાંકાનેરના મામલતદાર યુ વી કાનાણી અને ટોલ પ્લાઝાના મેનેજર આ મિટિંગમાં હાજર રહી ટોલ પ્લાઝાની બંને બાજુએથી નીકળતા ગેરકાયદે રસ્તાઓની મિટિંગમાં ચર્ચા કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વધુમાં આ મીટીંગમાં બોગસ ટોલનાકાની દરેક કડીઓ તપાસી સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ અધિકારીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.પણ કાર્યવાહી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ








