MORBI

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સત્કાર માટે FRESHERS PARTY અને યદુનંદન ગૌશાળા ની મુલાકાત નું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સત્કાર માટે FRESHERS PARTY

અને વિદ્યાર્થીઓના સસ્કાર-સેવા સીંચન અંતર્ગત યદુનંદન ગૌશાળા ની મુલાકાત નું આયોજન રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

મોરબીમાં શિક્ષણ ની સાથે સાથે સંસ્કાર સિચન ના સૂત્ર ને ચરિતાર્થ કરતી પી.જી.પટેલ કોલેજમાં નવા પ્રવેશ મેળવેલ પ્રથમ વર્ષના વિધાર્થીઓને આવકારવા માટે FRESHERS PARTYનું આયોજન કરવામાં આવ્યું હતું. આ FRESHERS PARTYમાં વિધાર્થીઓ મોટી સખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ FRESHERS PARTY માં વિવિધ પ્રકારની ગેમ્સ, ગાયન, ડ્રામા અને મનોરંજન સભર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં વિધાર્થીઓએ ખુબ મન ભરીને મજા કરી હતી. વિધાર્થીઓનો પ્રથમ દિવસ યાદગાર બની રહે તે માટે “FIRST DAY OF MY COLLEGE LIFE” થીમ પર એક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અને AUTOGRAPH BOARD માં દરેક નવા વિધાર્થીઓએ પોતાની સહી કરીને પોતાનો પ્રથમ દિવસ યાદગાર બનાવ્યો હતો.

શિક્ષણ ની સાથે સાથે વિધાર્થીઓમાં સંસ્કાર અને સેવાકીય ભાવના વિકસે, વિધાર્થીઓ સમાંજોપીયોગી કાર્ય માં પણ અગ્રેસર રહે, વિધાર્થીઓમાં જીવદયા અને કરુણા વિકાસ પામે તેવા ઉમદા હેતુથી કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્યશ્રી ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓને મોરબીની યદુનંદન ગૌશાળાની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાના વ્યસ્થાપક કાનાભાઈ અને તેમના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને ગૌશાળામાં ચાલતી તમામ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે અંધ-અપંગ ગૌવંશ ની સેવા, સમાજ દ્વારા તરછોડાયેલા માનસિક અસ્થિર અને દીવ્યંગોની સેવા, અનાથ મહિલાઓ અને બાળકોની સેવા,પશુ દવાખાનું, વગેરે થી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર કોલેજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button