ટંકારા ગ્રામ પંચાયત ભવનના મિટીંગ હોલમાં સમિતિ ના સભ્યો અને મંત્રી દ્વારા સામાજીક ન્યાય સમિતિ ની બેઠક યોજાઈ

ટંકારા ગ્રામ પંચાયત ભવનના મિટીંગ હોલમાં સમિતિ ના સભ્યો અને મંત્રી દ્વારા સામાજીક ન્યાય સમિતિ ની બેઠક યોજાઈ
આજ તારીખ ૧૩/૧/૨૦૨૩ના રોજ નવનિર્મિત ટંકારા ગ્રામ પંચાયત ભવનના મિટીંગ હોલમાં સમિતિ ના સભ્યો અને મંત્રી શ્રી દ્વારા *સામાજીક ન્યાય સમિતિ* ની બેઠક યોજાઈ હતી. પરમ પુજ્ય ડૉ બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્ર ને પુષ્પાઅર્પણ કરી કેન્ડલ પ્રક્ટાવી સભાની શરૂઆત કરવામાં આવી હતી.
ઉપસરપંચ અને હાલમાં ઈનચાર્જ સરપંચ શ્રી અને *સામાજીક ન્યાય સમિતિ* ના ચેરમેન શ્રી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં તલાટી કમ મંત્રી શ્રી દ્વારા સરકાર શ્રી ની નીતિ નિયમ મુજબ ઉપાધ્યક્ષ શ્રી ની ચુંટણી કરવામાં આવી હતી. જેમાં કોઓપ્ટ સભ્ય હેમંતભાઈ ચાવડા ની ઉપાઘ્યક્ષ તરીકે વરણી થઈ હતી.
આજની મિટિંગમાં ટંકારા ના અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ અને ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમુદાયના લોકો ના વિસ્તારના ઉત્થાન અને પાયાના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, લાઈટ, ભુગર્ભ અને પાણીના કામો પર ભાર મુકવામાં આવ્યો હતો.

નવ નિયુક્ત ટંકારા ગ્રામ પંચાયતની રચના બાદ પ્રથમ વખત *સામાજીક ન્યાય સમિતિ* ની બેઠક મળી હતી. અનુસૂચિત જાતિ, જનજાતિ વિસ્તારમાં દારૂના દૂષણ ને ડામવા અને પોલિસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, પછાત વર્ગની નદી કાંઠા નાં રહેણાંક વિસ્તારમાં આવેલ વસાહતોમાં પુર રક્ષણ દિવાલ બનાવવી, ટંકારા ગામે અનુ.જાતિ અને અનુ. જનજાતિ ની વસ્તી વધુ હોય જેથી સરકાર શ્રી દ્વારા વિકાસના કાર્યો માટે વધુ ગ્રાન્ટ ફાળવવી વગેરે જેવા મુદ્દાઓની સભ્યો દ્વારા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

તલાટી કમ મંત્રી શ્રી રમેશભાઈ મકવાણાએ મિટીંગમાં થયેલ ચર્ચા અને લેખીત મુદ્દાઓ ની નોંધ લીધી હતી.
*સામાજીક ન્યાય સમિતિ* ના ચેરમેન શ્રી મતી નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, મીનાબેન દિવ્યેશભાઈ મહેતા સભ્ય શ્રી, સોનલબેન રાજેશભાઈ બારૈયા સભ્ય શ્રી, લાલજીભાઈ વાલજીભાઈ ગેડીયા સભ્ય શ્રી,હેમંતભાઇ મેઘજીભાઈ ચાવડા ઉપાઘ્યક્ષ શ્રી હાજર રહ્યા હતાં.








