GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને  ‘દિશા’ કમિટિની બેઠક યોજાઇ

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને  ‘દિશા’ કમિટિની બેઠક યોજાઇ

સાંસદશ્રીએ પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી

‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

સાંસદશ્રીએ બેઠકના મહત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી નરેગા યોજના, શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, ઈ-ગ્રામ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૌશલ યોજના સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો હેઠળ થયેલા કામોની વિગતો જાણી જરૂરી સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને વિવિધ સુચનો કર્યા હતા.

બેઠકમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ લીલાપર રોડ પર નગર પાલિકાના આવાસોનું કાર્ય ઝડપથી પૂર્ણ કરી એલોટમેન્ટ પ્રક્રિયા હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. સોઇલ હેલ્થ કાર્ડ વિતરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને મહિલા સુરક્ષા સબંધિત ચાલતા સેન્ટરોની કામગીરીની માહિતી મેળવી, કેસોના નિકાલ અંગે અધિકારીશ્રીને સૂચના આપી હતી. વાસ્મો અંતર્ગત નવા પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. MCM શિષ્યવૃતી યોજનાની માહિતી મેળવી વિદ્યાર્થીઓને ઝડપથી શિષ્યવૃતી મળે તેવું આયોજન કરવા અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ.ગઢવીએ આ બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીશ્રીએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી એસ. જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ.ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button