GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ

મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી તેમજ નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછારની હાજરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક અન્વયે આંગણવાડીના મકાન ફાળવણી, ખેડૂતોને વળતર ચુકવણી, જમીન દબાણ, વૃદ્ધ નિરાધાર પેન્શન સહાય, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ અને હિરાસર એરપોર્ટ જવા માટે એ.સી. બસ શરૂ કરવી વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.


આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button