GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ચુપણી ગામે આધેડની હત્યા કરનાર શખ્સ ઝડપાયો

Halvad:હળવદના ચુપણી ગામે આધેડની હત્યા કરનાર શખ્સ ઝડપાયો‌

વિશાલ જયસ્વાલ હળવદ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુંપણી ગામે મારામારીમાં મરણજનાર રામાભાઈ મોહનભાઈ ઓળકીયા ઉ.વ.૫૫ રહે. ચુંપણી તા.હળવદ વાળા તથા આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાએ ચારેક દિવસ પહેલા અલગ અલગ મોટર સાઈકલ લઈને દ્વારકા ગયેલ તે વખતે મરણજનાર આરોપીનો સંગાથ કરવા રહેલ નહી અને આરોપીને એકલા મુકીને ઘરે પરત આવી ગયેલ હતા જે બાબતનું મનદુ:ખ ખાર રાખેલ અને મરણજનાર તથા મરણજનારના પત્નિ વાલીબેન તા.૨૬/૦૩/ ૨૦૨૪ ના સાંજના આશરે સાતેક વાગ્યે ચુંપણી ગામના ઝાપા પાસે રસાભાઈ છગનભાઈની દુકાને આવેલ ઓટલા પાસે હતા ત્યારે આરોપીએ મરણજનાર પાસે જઈ “ દ્વારકા ગયેલ તે વખતે એકલા મુકીને કેમ જતા રહેલ તેમ કહી પોતાની વાડીના શેઢે નહી ચાલવાનુ કહેલ અને મરણજનારે પણ પોતાની વાડીમાં નહી આવવાનું કહેતા આરોપીએ આવેશમાં આવી મરણજનારને છરી વતી છાતીના ભાગે તથા પેટના વચ્ચેના ભાગે તથા ડાબી બાજુના પડખામાં પેટના વચ્ચેના ભાગે તથા ડાબી બાજુના પડખામાં પેટના ભાગે ઘા કરી જીવલેણ ઇજા કરેલ.

તેમજ મરણજનારના પત્નિ વાલીબેન વચ્ચે પડતા આરોપીએ વાલીબેનને પણ હાથના ભાગે છરીનો એક ઘા મારી ઈજા કરેલ અને મરણજનારને શરીરે છરી ઘા મારી મોત નિપજાવેલ અને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરેલ હોય જે ગુનાની ફરીયાદ મરણજનારના દિકરા ભરતભાઈ રામાભાઈ ઓળકીયા રહે.ચુંપણી વાળાએ આપતા હળવદ પો.સ્ટે એ પાર્ટ ઈ.પી.કો.કલમ ૩૦૨,૩૨૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજી કરેલ જેની આગળની તપાસ તજવીજ ચાલુ છે.હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્ટાફને પણ અલગ અલગ દિશામાં બનાવમાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક હસ્તગત કરવા માટે પ્રયત્નો હાથ ધરેલ તે દરમ્યાન તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાઉ.વ.૪૪ ધંધો.ખેતી રહે. ચુંપણી ગામ તા.હળવદ જી.મોરબી વાળાને તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ ધોરણસર અટક કરવામાં આવેલ છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button