
વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ IYOTA ટાઇલ્સ એલ.એલ.પી. કંપનીના લેબર ક્વાર્ટરમાં ગાંજાનું વેચાણ થાય છે જેથી પોલીસે ત્યાં રેડ કરતા જ્યાં આરોપી મનોજ પ્રફુલ ગોપ પાસેથી પોલીસ રૂપિયા 16,750 કિમતનો 1 કિલો 675 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 17,750 નો મુદામાલ જપ્ત કર્યો હતો . પોલીસે મુદામાલ જપ્ત કરી આરોપી મનોજ પ્રફુલ ગોપની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ ખાતે એન.ડી.પી. એસ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો વધુમાં મળતી વિગત મુજબ આરોપી તેના મિત્ર સિંકદર બાનરાની રૂમમાં રહેતો હતો ત્યાંથી જથ્થો રાખતો કેટલા સમયથી અહી જથ્થો આવતો અને વેચાણ થતો કે પીવા માટે ઉપયોગ થતો તેની હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

[wptube id="1252022"]








