GUJARAT

થરાદ તાલુકાની નારોલી પ્રા.કે.શાળા સમગ્ર રાજ્ય માં ખો-ખો અંડર ૧૪ ભાઈઓ રમત માં ત્રીજા સ્થાને વિજેતા.

અંબાલાલ પટેલ

સમગ્ર રાજ્ય માં કુલ ૪૧ ટીમોએ ભાગ લીધો હતો.ત્યારે નારોલી પ્રા.કે.શાળાએ બનાસકાંઠા નું નેતૃત્ત્વ કર્યું હતું.

સમગ્ર ગુજરાત ભર માં નારોલી પ્રા.કે.શાળા એ બનાસકાંઠા નું નેતૃત્ત્વ કરી ખો-ખોં ની રમત માં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ત્યારે તા.૨૩/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ ના રોજ રાજ્ય કક્ષા (એસ.જી.એફ.આઈ) અંડર ૧૪ ભાઈ ઓની ખો – ખો નું રાજ્યકક્ષા ની રમત ગમત માટેનું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાર્થના વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રાજ્યની કુલ ૪૧ ટીમો એ ભાગ લીધો હતો.જ્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની નારોલી પ્રા.કે.શાળાની વિજેતા ટીમે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જ્યારે મોડાસા ખાતે ખો – ખો ની રમત ગમત માં ભાગ લઈ ખૂબ જ સારું પ્રદર્શન કરી રાજ્ય કક્ષા એ ત્રીજો નંબર મેળવ્યો હતો.જ્યારે થરાદ તાલુકાની નારોલી ખાતે આવેલ પ્રા.કે.શાળા ની ટીમે સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રાજ્યકક્ષા એ રોશન કર્યું હતું.ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આનંદ ની લાગણી જોવા મળી રહી હતી.જ્યારે આ ટીમના કોચ આંબાભાઈ.ડી.પટેલ,તેમજ ટીમ મેનેજર શ્રી ભાવેશ કુમાર.જે.બરંડા એ ખૂબ જ મહેનત કરી આ ટીમને રાજ્ય કક્ષાએ ત્રીજા નંબરે પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button