MORBIMORBI CITY / TALUKO

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જાગરણ માટે ભવ્યાતિભવ્ય આયોજન..

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જાગરણ માટે ભવ્યાતિભવ્ય આયોજન.. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજીત હાલમાં ચાલી રહેલા જયા પાર્વતીના વ્રત રાત્રિ જાગરણ નિમિત્તે બ્રાહ્મણો ને જાગરણ માં અન્ય કોઈ જગ્યાએ જાગરણ માટે જવું ના પડે એવા શુભ આશય થી આગામી તારીખ 05/07/2023 ને બુધવાર ના રોજ મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા રાત્રી જાગરણનું આયોજન કરેલ છે જેમાં દાંડિયા રાસ,ફરાળી નાસ્તો રાખેલ છે જે કાર્યક્રમનું સ્થળ પરશુરામ ધામ નવલખી રોડ ખાતે રાખેલ છે જે આપણા બ્રાહ્મણ સમાજની બહેન દીકરીઓને સહ પરિવાર સાથે જોડાવવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

સ્થળ : પરશુરામ ધામ નવલખી રોડ મોરબી
તારીખ : 05/07/2023, બુધવાર આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓ સ્વયંશિસ્ત નું પાલન કરવું ફરજીયાત છે.

[wptube id="1252022"]
Back to top button