GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના આમરણ નજીક ટ્રેક્ટર બાળકી ને હડફેટે લેતા મોત

મોરબી ના આમરણ નજીક ટ્રેક્ટર બાળકી ને હડફેટે લેતા મોત

મોરબી: મોરબી તાલુકાના આમરણ થી જોડીયા તરફ જતા રોડ ઉપર મેલડી માતાજીના મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના આમરણ ગામે ટાટા -નગર હરીભાઇ પટેલના મકાનમા રહેતા નેપાલભાઈ સુનિલભાઈ વસુમીયા ઉ.વ.૨૪ વાળાએ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – GJ-36-L-3085 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૧૨-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં આરોપી ટ્રેકટર નંબર – GJ-36-L-3085 ના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રેકટર કાંઇપણ જોયા વગર અને બેદરકારી થી ચલાવી ફરીયાદીની દિકરી શિવાનીબેન ઉવ-૦૪ વાળી ને હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા પોહંચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતા નેપાલભાઈએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) એમ.વી. એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button